ગુજરાત
News of Friday, 19th April 2019

બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં ભંગાણ: ભાભર શહેર ઠાકોર સેનાના પ્રમુખ સહિત 25 હોદ્દેદારો અને કાર્યકર્તાના રાજીનામાં

તમામ ઠાકોર સમાજના કાર્યકર્તાઓએ કોંગ્રેસને ટેકો આપ્યો

બનાસકાંઠામાં ઠાકોર સેનામાં મોટું ભંગાણ પડ્યું છે. ભાભર શહેર ઠાકોર સેનાના પ્રમુખ બલાજી ઠાકોર સહિત 25 હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઠાકોર સેનામાંથી રાજીનામું આપ્યું છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડતાં 25 હોદ્દેદારો અને કાર્યકર્તાઓ નારાજ થયા છે, જેને પગલે તેઓએ સમાજમાંથી રાજીનામાં આપ્યા છે. રાજીનામુ આપનાર તમામ ઠાકોર સમાજના કાર્યકર્તાઓએ કોંગ્રેસને ટેકો આપ્યો છે, અને હવે તેઓ કોંગ્રેસ માટે પ્રચાર કરશે. 

    અત્રે ઉલ્લેખનીય છે કે, હજી ગઈકાલે જ બનાસકાંઠાના પાંથાવાડાના ઠાકોર સમાજના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની હાજરીમાં 25 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.

(12:20 am IST)