ગુજરાત
News of Thursday, 19th April 2018

અમદાવાદ સારવાર માટે લવાયેલ કેદી પોલીસ જાપ્તામાંથી ફરાર

અમદાવાદ :અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલો કેદી પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો. પોલીસે ફરાર કેદીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

  મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં પોલીસ એક કેદીને સારવાર માટે લવાયો હતો.. જોકે, કેદીએ  પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે કેદીને છાતીમાં દુઃખાવાની ફરિયાદ હોવાથી તેને યુએન મહેતામાં લાવવામાં આવ્યો હતો.

   પાકા કામના કેદીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિનામ કર્યા છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ફરાર આપોરી અગાઉ પણ પેરોલ જમ્પ કરીને ભાગતો ફરતો હતો. આરોપીનું નામ સિરાજખાન પઠાણ છે જેની સામે વેજલપુર અને નારણપુરા પોલીસ સ્ટેનમાં ગુનાઓ નોંધાયેલા છે.

   કલોલ શહેર પોલીસના .એસ.આઈ ગત 22 માર્ચના રોજ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મુદ્દત ભરવા કાચા કામના ત્રણ કેદીને કલોલની કોર્ટમાં લાવ્યા હતા. જયાં કાર્યવાહી પતી ગયા બાદ એક કેદી લઘુશંકા કરવા કોર્ટના શૌચાલયમાં ગયો હતો તેની સાથે .એસ.આઈ પણ ગયા હતા. અને બહાર આવ્યા બાદ કેદી તક જોઈને કોર્ટનો વરંડો ઠેકી ભાગી ગયો હતો. કેદી પોલીસ જાપ્તમાંથી ભાગી છૂટતા ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસે તેનો પીછો કર્યો પણ કેદી પળવારમાં પલાયન થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે અપુરતા જાપ્તા સાથે કેદીને કોર્ટમાં રજૂ કરનાર .એસ.આઈ સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:22 am IST)