ગુજરાત
News of Monday, 20th March 2023

રાજ્યમાં કોરોનાએ ફરીવાર ફૂફાડો માર્યો :છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 52 કેસ સહીત 19 જિલ્લામા નવા 118 પોઝિટિવ કેસ નોંધાયા:વધતો ફફડાટ

અમદાવાદમાં 52, રાજકોટમાં 12, સુરતમાં 12, વડોદરામાં 7, સાબરકાંઠામાં 5, વડોદરા ગ્રામ્યમાં 5, મહેસાણામાં 03, રાજકોટ જિલ્લામાં 3 , અમદાવાદ જિલ્લામાં 02 કેસ તથા આણંદમાં 02 , ભાવનગર કોર્પોરેશનમાં 02, મહિસાગરમાં 02, નવસારીમાં 02, અમરેલી 01, અરવલ્લીમાં 01, ભરૂચમાં 01, ભાવનગરમાં 01, કચ્છમાં 01, મોરબીમાં 01, પોરબંદર 01, સુરેન્દ્રનગરમાં 01, વલસાડમાં 01 કેસ નોંધાયા : :રાજ્યમાં એક્ટિવ કેસ વધીને 810 થયા: શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર જુઓ સૂચિ

અમદાવાદ:ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો છે,રાજ્યમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી છે રોજ બરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા છે, આજે વધુ 48 દર્દીઓ સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12,66,977 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયા નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,046 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.07 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 294 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.94.786 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 810 કેસ છે.જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે જયારે 805 દર્દીઓ સ્ટેબલ છે.

 રાજ્યમાં આજે નવા 118 કેસ નોંધાયા છે,આજે અમદાવાદમાં 52, રાજકોટમાં 12, સુરતમાં 12, વડોદરામાં 7, સાબરકાંઠામાં 5, વડોદરા ગ્રામ્યમાં 5, મહેસાણામાં 03, રાજકોટ જિલ્લામાં 3 , અમદાવાદ જિલ્લામાં 02 કેસ તથા આણંદમાં 02 , ભાવનગર કોર્પોરેશનમાં 02, મહિસાગરમાં 02, નવસારીમાં 02, અમરેલી 01, અરવલ્લીમાં 01, ભરૂચમાં 01, ભાવનગરમાં 01, કચ્છમાં 01, મોરબીમાં 01, પોરબંદર 01, સુરેન્દ્રનગરમાં 01, વલસાડમાં 01 કેસ નોંધાયા છે

 

(9:24 pm IST)