ગુજરાત
News of Friday, 20th March 2020

નર્મદામાં વધુ ત્રણ વિદેશથી આવેલ વ્યક્તિઓને કોરન્ટાઇલ કરાયા : કોરન્ટાઇલમાં અત્યાર સુધી આંકડો 21 પર પહોંચ્યો

બહારથી આવેલ ૩ વ્યક્તિઓને કોરોનટાઇલ કરાયા :રાજેન્દ્ર નગર સોસાયટીના દુબઈથી અને 2 જલારામ નગર જે અબુધાબીથી આવેલ હતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતમાં કોરોનો વાયરસની ઇફેક્ટના પગલે આરોગ્ય વિભાગની સતર્કતા વધી છે. ગુજરાતમાં અત્યાર સુધી પાંચ કેશ નોંધાયા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ મોનીટરીંગ સુપરવાઇઝિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે શુક્રવારે વધુ ત્રણ વિદેશથી આવેલ વ્યક્તિઓને કોરન્ટાઇલ કરવામાં આવ્યા રાજપીપળામાં બહારથી આવેલ 3 વ્યક્તિઓને કોરોનટાઇલ કરવામાં આવ્યાં જેમાં રાજેન્દ્ર નગર સોસાયટી માં જે દુબઈથી આવ્યા હતાં.જ્યારે જલારામ નગર સોસાયટી ના જે અબુધાબી થી આવ્યા છે.આયુર્વેદિક કોલેજના બોયઝ હોસ્ટેલ માં થઈને ત્રણ ને નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્કેનિંગ કરવામાં આવ્યા અને તેમને કોરન્ટાઇલ કરવામાં આવ્યા હતા.
 અત્યાર સુધી નર્મદા જિલ્લા માં વિદેશ થી આવેલ 21 લોકોને કોરન્ટાઇલ કરવામાં આવ્યા છે અને એક ઇંગ્લૅન્ડ થી આવેલ પ્રવાસી અને 7 ચાઈના થી આવેલ પ્રવાસીઓ આરોગ્ય વિભાગ સ્કેનિંગ કરી ને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી હતી. આમ નર્મદા જિલ્લાનું આરોગ્ય વિભાગ કોરોના ને લઈ ખુબ સતર્ક છે.

(10:06 pm IST)