ગુજરાત
News of Friday, 20th March 2020

હોટલમાં જમવા જતા ગ્રાહકો માટે સૂચન...

એક મીટરનું અંતર રાખવા ફરજિયાત

અમદાવાદ, તા. ૨૦ : હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસથી ફેલાતા COVID-૧૯ અનુસંધાનમાં સંભવિત સંક્રમણ અટકાવવા આગમચેતીના ભાગરૂપે હોટેલ-રેસ્ટોરેન્ટ સહિતની ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલી સંસ્થાઓને ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા ગ્રાહકોને જમવા માટેના બે ટેબલ વચ્ચે ફરજીયાત ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવા તેમજ હોટલ-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની ભીડ ન થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. તદુપરાંત આ સિવાય સરકારની અગાઉની પણ તમામ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે, અન્યથા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

(9:45 pm IST)