ગુજરાત
News of Friday, 20th March 2020

કોરોનાગ્રસ્ત લોકોની વ્હારે મોરારીબાપુના શ્રોતા :પ્રધાનમંત્રી રાહતફંડમાં આપ્યું એક કરોડનું દાન

મોરારીબાપુના શ્રોતાના આ ઉમદાકાર્યની ચોમેર પ્રશંસા

અમદાવાદ : કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ,ભારતમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 230 પહોંચી છે ત્યારે ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુના શ્રોતાએ પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 1 કરોડનું દાન આપ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના ગંભીર સંકટ સામે આજે વિશ્વ લડી રહ્યું છે. ભારત દેશ પણ આ સંકટનો સામનો કરી રહ્યો છે. દેશને આવી પડેલી આફતમાંથી ઉગારવા માટે અનેક લોકો મદદ આવી રહ્યા છે.

જાણીતા કથાકાર મોરારીબાપુના શ્રોતાએ મોટું દાન જાહેર કર્યું છે. કોરોના વાયરસને લઈ રૂપિયા એક કરોડનું દાન પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપ્યું છે. મોરારીબાપુના શ્રોતાના આ ઉમદા કામને લઈ ચારે બાજુ તેમની પ્રશંસા થઈ રહી છે.

ગુજરાતમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે. અમદાવાદમાં એક અને વડોદરામાં એક એમ કુલ વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. અમદાવાદના બોપલમાં રહેતા યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવક UKથી અમદાવાદ પરત ફર્યા બાદ બીમાર પડ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ સાત કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે

(9:40 pm IST)