ગુજરાત
News of Friday, 20th March 2020

કોરોના સકંટ : માનવતા માટે ૨૨મીએ પ્રાર્થનાનુ આયોજન

ઓનલાઇન પ્લેટફોર્મ પર ૧૦ લાખ લોકો જોડાશે

અમદાવાદ,તા.૨૦  : દેશ હાલ ગંભીર સંકટના દોરમાં છે. સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસ  ફેલાઇ જવાનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે કોવિડ-૧૯ અથવા તો કોરોના વાયરસની નાબુદી માટે વૈશ્વિક પ્રાર્થનાનુ આયોજન કરવામાં આવ્યુ છે. દાદાશ્રીજીના માર્ગદશન અને કૃપા હેઠળ મૈત્રીબોધ પરિવાર દ્વારા આ પ્રાર્થના આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે ૨૨મી માર્ચના દિવસે વિશ્વભરના ૧૦ લાખથી વધુ લોકો એક સામાન્ય પ્લેટફોર્મ પર એકત્રિત થનાર છે. એક સામાન્ય  માનવી હેતુ માટે તમામ લોકો તેમની પ્રાર્થના પ્રદાન કરનાર છે. આ પ્રાર્થના કોવિડ-૧૯ની નાબુદી માટે કરવામાં આવી રહી છે. જેમ જેમ વિશ્વના દેશો આ રોગચાળાનો સામનો કરી રહ્યા છે. તેમ તેમ લોકો એક સાથે આવી રહ્યા છે. આવા મહાકાવ્ય પ્રમાણ અને અસરના જીવનકાળમાં કદાચ પ્રથમ વખત બધા જ માનનાર , અજ્ઞેયવાદીઓ અને નાસ્તિક પણ સમાન રીતે માનવતાની આ પ્રાર્થનામાં જોડાવવા જઇ રહ્યા છે.

           હાલના સંજોગોના પગલે જ્યાં લોકો વંચિતતા, ભય અને ખોટ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.વૈશ્વિક પ્રાર્થના સાર્વત્રિક હેતુ તરફ દોરવામાં આવે છે. જેનો  હેતુ પૃથ્વી માતા પાસેથી ક્ષમા માંગવા, આપણા પાઠ શિખવા અને કોવિડ-૧૯ વાયરસ નાબુદ કરવાનો છે. દરેક આત્માને આ વૈશ્વિક પ્રાર્થનાનો ભાગ બનવા માટે તક પ્રાપ્ત થાય તે  હેતુથી અમે તમામ લોકો આ પ્રાર્થનામાં સામેલ થઇએ તે જરૂરી છે. આ સંદેશને વિશ્વમાં ફેલાવવાની પણ જરૂર છે. આપણે એક વિશ્વ અને એક સમુદાય છીએ. આ આપણી જ એક મોટી જવાબદારી પણ છે. ૨૨મી માર્ચના દિવસે સાંજે ૬-૩૦ વાગ્યાથી ૭-૦૦ વાગે અથવા તો રાત્રે ૧૦-૩૦ વાગેથી ૧૧-૦૦ સુધી એક સામાન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર આ પ્રાર્થનાનુ આયોજન કરવામાં આવ્યુ છે. કોરોના વાયરસને નાબુદ કરવા માટે એક વૈશ્વિક કુટુમ્બ તરીકે થવાની આ સુવર્ણ તમામ માટે રહેલી છે.

(8:38 pm IST)