ગુજરાત
News of Friday, 20th March 2020

લો બોલો,, કોરોના વાયરસના હાઉ વચ્ચે જાહેરમાં થૂંકનાર તો દંડાય છે ત્યારે એટીએમમાં થૂંકવાની પણ ઘટના સામે આવી..?!

રાજપીપળાની એક જાણીતી બેંકના એટીએમના નોટ બોક્ષમાં પાનની પિચકારી મારવાની ઘટના :આ બાબતે બેંક અધિકારીઓએ કોઈને દંડ ન કરી લોકોમાં વાત ન ફેલાય એ બાબતને પ્રાથમિકતા આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ આખા વિશ્વમાં કોરોના નો હાઉ હોય જાહેરમાં થૂંકતા વ્યક્તિઓ પર તંત્ર સતત નજર રાખી દંડ પણ વસુલ કરે છે જેથી અન્યોમાં આ વાયરસ ન ફેલાય તેની તકેદારી રાખવા તંત્ર આ પગલું ભરે છે છતાં આદત સે મજબુર લોકો હજુ પણ ક્યાંક ને ક્યાંક પોતાની આદત કે અન્ય કારણોસર આમ કરે જ છે ત્યારે રાજપીપળા શહેરની એક જાણીતી બેંકની શાખાના એટીએમ માં કોઈક કારણોસર કોઈ વ્યક્તિએ પાનની પિચકારી મારી એટીએમનું નોટ (રૂપિયા) મુકવાનું બોક્ષ લાલ કરી નાખ્યું હતું.

  જાણવા મળ્યા મુજબ કદાચ આ વ્યક્તિ પૈસા જમા કે ઉપાડ માટે આવ્યો હોય ત્યારે મશીન ચાલ્યું નહિ હોય જેથી આવેશમાં આવી આમ કર્યું હોઈ શકે પરંતુ એ જે બાબત હોય તે હાલ કોરોના માટે આખું વહીવટી તંત્ર જ્યારે સતર્ક હોય ત્યારે આવી હિંમત કોણે કરી હશે..? ખરેખર તો આ બેંક ના અધિકારીઓ એ આવા વ્યક્તિને દંડ સાથે કડક કાર્યવાહી કરવી જોઈએ છતાં બીજા લોકોમાં આ વાત ન ફેલાય અને બીજા કોઈ આવું પગલું ન ભરે તેને અધિકારીએ પ્રાથમિકતા આપી હોવાનું આ બેંકના અધિકારીએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું.

(7:14 pm IST)