ગુજરાત
News of Friday, 20th March 2020

રાજપીપળા શાક માર્કેટમાં કોરોનાથી ના ડરો જેવો ઘાટ

શાક માર્કેટમાં માસ્ક કે કોઈજ જાતની સુરક્ષા વિના પ્રજાની ભારે ભીડ જોવા મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  વિશ્વભરના લોકો કોરોનાના ભય હેઠળ છે ત્યારે નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શાક માર્કેટમાં માસ્ક કે કોઈજ જાતની સુરક્ષા વિના પ્રજાની ભારે ભીડ જોવા મળી રહી છે.ત્યારે કોણ કોને વાયરસનો ચેપ હશે..કે લાગશે..? એ કહેવું મુશ્કેલ છે પરંતુ સુરક્ષાના ભાગરૂપે ત્યાં જરૂરી પગલાં લેવાય એ પણ લોકહીત માટે અત્યંત જરૂરી જણાય છે.
 

(7:11 pm IST)