ગુજરાત
News of Friday, 20th March 2020

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાત્રીના સુમારે લોટીયા ભાગોળ વિસ્તારમાંથી મકાનમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડ્યા:14 શખ્સોની 1.05 લાખની રોકડ સાથે ધરપકડ

આણંદ: લોક્લ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલા માનીયાની ખાડના ગોસાઈ ફળિયાના એક મકાનમાં છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ૧૪ શખ્સોને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા .૦૫ લાખ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, મઠિયા ચોરાના ગોસાઈ ફળિયામાં આવેલા ઈનાયતભાઈ અબ્દુલભાઈ વ્હોરાના મકાનમાં બીજા માળે ભાડેથી રહેતો ભવાનસિંહ લાખનસિંહ કશ્યપ બહારથી માણસો બોલાવીને પત્તા પાનાનો જુગાર રમાડી રહ્યો છે જેના આધારે એલસીબીની ટીમ ત્રાટકી હતી.

(6:20 pm IST)