ગુજરાત
News of Friday, 20th March 2020

ગાંધીનગરમાં લૂંટ કરવાના ઇરાદે આવેલ રાજસ્થાનની ગેંગને પોલીસે ત્રણ પિસ્ટલ સહીત 12 કારતુસ સાથે ઝડપી પાડી

ગાંધીનગર: જિલ્લામાં ચોરી અને લૂંટના બનાવો વધી રહયા છે ત્યારે પોલીસ દ્વારા આવા ગુનાઓ અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે ચિલોડા સર્કલ પાસેથી રાજસ્થાન પાર્સીંગની કારમાં સવાર આઠ શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ત્રણ પિસ્ટલ, બાર કારતૂસ અને મરચાંની પડીકીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીઓ રીંગરોડ ઉપર બિલ્ડરનું અપહરણ કરીને મોટી લુંટ કરવાના પ્લાનીંગમાં હતા તે પહેલા પોલીસની ઝપટે ચઢી ગયા છે જેમનો રાજસ્થાનમાં ગુનાહિત ઈતિહાસ પણ રહયો છે

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મિલકત સંબંધી બનેલા ગુનાઓ શોધવા અને નવા ગુનાઓ અટકાવવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આપેલી સુચનાના પગલે એલસીબી પીઆઈ એચ.કે.ઝાલાએ સ્ટાફના માણસોને દિશામાં એલર્ટ રહી કામગીરી કરવા સૂચના આપી હતી.

(6:14 pm IST)