ગુજરાત
News of Friday, 20th March 2020

વડોદરાના માંજલપુરમાં રસ્તે જતી મહિલાના ગળામાંથી સોનાના મંગળસૂત્ર આંચકી જનાર અછોડાતોડને પીસીબીએ ઝડપી પાડ્યો

વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારમાં ઘરકામ કરી ઘેર જતી મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર આંચકી એક્ટીવા સ્કૂટર પર ફરાર થઇ ગયેલા અછોડાતોડને પીસીબીએ ઝડપી પાડયો છે. એક માસ પહેલા અછોડાતોડે સાત વર્ષના એક બાળકનું અપહરણ કરી ખંડણી પણ માંગી હતી.

અંગેની વિગત એવી છે કે તા.૨૭ ફેબુ્રઆરીના રોજ એક મહિલા બંગલામાં કામ કરીને માંજલપુર ભાથુજી મંદિર પાસેથી ચાલતી ઘેર જતી હતી ત્યારે એક્ટીવા પર આવેલા એક શખ્સે મહિલાના ગળામાંથી સોનાની ચેન લૂંટી તે ફરાર થઇ ગયો હતો. અંગેનો ગુનો માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ પોલીસે અછોડાતોડને ઝડપી પાડવાની ક્વાયત હાથ ધરી હતી.

(6:07 pm IST)