ગુજરાત
News of Friday, 20th March 2020

અમદાવાદમાં શુક્રવારથી 24 કલાક માટે મુસાફરોનું સ્કેનિંગ કરવામાં આવશે

અમદાવાદ:રેલવે સ્ટેશને આજે  શુક્રવારથી ૨૪ કલાક માટે    'થર્મલ સ્કિર્નિંગ ગન ' દ્વારા મુસાફરોનું સ્કેનિંગ કરવાનું શરૂ કરાશે.  જેમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળશે તેવા મુસાફરોનીે વહિવટીતંત્રને જાણ કરીને તેઓનું મેડિકલ ચેકઅપ કરાવાશે. બીજી બાજુ રેલવે સ્ટેશનો પર ભીડને કાબૂમાં લેવા માટે રેલવે બોર્ડ દ્વારા તા.૨૦ માર્ચથી જ વિદ્યાર્થી, દર્દીઓ અને દિવ્યાંગોને બાદ કરતા બાકીના તમામ કન્સેશન (ટિકિટના દરમાં મળતી છૂટછાટો આપવાનું ) રદ કરી દેવાયા છે. અમદાવાદ વિભાગમાં છેલ્લા પાંચ દિવસમાં ટ્રેનની ટિકિટનું બુકિંગ ૭૦ ટકા સુધી ઘટી ગયું છે. ટી અમદાવાદ સાંજે થંભી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. શહેરના અન્ય વિસ્તારમાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. 

અમદાવાદ રેલવે  સ્ટેશન પર આજથી થર્મલ સ્કિર્નિંગ ગન દ્વારા મુસાફરોના શરીરના તાપમાનની ચકાસણી કરાશે. આ માટે પ્લેટફોર્મ નંબર ૧ પર હેલ્પડેસ્ક ખોલાશે. જેમાં એનાઉન્સમેન્ટ દ્વારા તેમજ ડિસપ્લે બોર્ડ દ્વારા આ અંગેની મુસાફરોને જાણકારી અપાશે. 

(6:03 pm IST)