ગુજરાત
News of Friday, 20th March 2020

અમદાવાદ-સુરત હાઇવે પર વહેલી સવારે ટ્રક પલ્ટી ખાતા સર્વિસ રોડ પર અવરજવર બંધ થઇ: પેસેન્જરોનો આબાદ બચાવ

વડોદરા: નજીક અમદાવાદ-સુરત હાઈવે પર વહેલી સવારે ટ્રક પલટી જતા સર્વિસ રોડ પરની અવરજવર બંધ થઈ ગઈ હતી.

ઇન્દોરથી વાયા વડોદરાથી સુરત તરફ જતી ઇન્ટરસિટી ટ્રાવેલની લકઝરી બસ વહેલી સવારે વડોદરા પાસે ગોલ્ડન બ્રિજ થઇને જઈ રહી હતી. ત્યારે પાછળથી કપડાની ગાંસડીઓ ભરેલી ટ્રક બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ ટ્રક પલટી ગઈ હતી.

જોકે બનાવમા લક્ઝરી બસના 23 પેસેન્જરો તેમજ ટ્રકના ડ્રાઈવર-ક્લિનરને કોઈ ખાસ ઇજાઓ થઇ નથી. લક્ઝરી બસના ડ્રાઈવરે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(5:59 pm IST)