ગુજરાત
News of Friday, 20th March 2020

અમદાવાદમાં રેલવે-બસના મુસાફરોને રિક્ષામાં બેસાડીને ચપ્‍પુની અણીએ લૂંટ કરતી ગેંગ મેઘાણીનગર પોલીસે ઝડપી

અમદાવાદ: રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન મુસાફરી કરીને પરત આવતા મુસાફરોને રિક્ષામાં બેસાડીને ચપ્પુની અણીએ લૂંટ કરતી ગેગને મેઘાણીનગર પોલીસ એ ઝડપી છે. લૂંટ કરતી ગેગના પાંચ સભ્યો પોલીસે ધરપકડ કરી 6થી વધુ ગુના ભેદ ઉકેલી દીધો છે.

મેધાણીનગર પોલીસે રીક્ષામાં મુસાફરોને બેસાડી લૂંટ ચલાવતી રીક્ષા ગેંગ ઝડપાઇ છે. લૂંટ કરતી ટોળકી મોડી રાત્રે  રેલવે સ્ટશન અને બસ  સ્ટેશન પર મુસાફરી કરીને પરત ફરતા મુસાફરોને ટાર્ગેટ બનાવી ચપ્પુની અણીએ લૂંટ ચલાવતા હતા. એકલ દોકલ મુસાફર રેલવે અને બસમાં મુસાફરી કરીને પરત ફરતા પેસેન્જરને રીક્ષામાં બેસાડી લઇ જતા હતા. ત્યારબાદ ગેંગના સાગરીતો આગળથી રિક્ષામાં બેસી જતા હતા અને અવાવરૂં જગ્યાએ લઇ જઇ ચપ્પાની અણીએ મુસાફરો પાસે રહેલ મોબાઇલ, સોનાદાગીનાને તેમજ રોકડ રકમ લૂંટી લઇ ફરાર થઇ જતા હતા. પોલીસ તપાસ કરતા લૂટ ટોળકીનો મુખ્ય સુત્રધાર મનોજ ઉર્ફે લલ્લુ પટ્ટણી છે.

પોલીસ ગિરફતમાં રહેલ પાંચ આરોપી રાજેશ ઉર્ફે ટકલો,મનોજ ઉર્ફે લલ્લુ, ભરત ઉર્ફે અજ્યો, રાહુલ ઉર્ફે હુક્કો અને સચિન ભેગા મળીને મુસાફરો પાસે રહેલ માલ-સામન લૂટ ચલાવતા હતા. આ લૂટ કરતી ટોળકી શાહિબાગ, મેઘાણીનગર, નરોડા, અમરાઇવાડી સહિત 6 જેટલા ગુના ભેદ ઉકેલાયા છે. પોલીસ તપાસ કરતા પાંચે આરોપી રીક્ષા ડ્રાઇવર છે અને લૂંટ કરવા માટે આરોપીઓ દરરોજ અલગ અલગ લોકો રીક્ષા ભાડે લેતા હતા.

આ ગુનેગાર દિવસ દરમ્યાન ઘરે બેસતા અને રાત પડે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ નજીક એકલ-દોકલ મુસાફરોને ટાર્ગેટ કરી લૂંટને અંજામ આપતા હતા. આ સિવાય રોડ પર ચાલતા જતા લોકો ને પણ લૂંટી લેવાની ટેવવાળા આરોપી છે. પોલીસ એ આરોપી પાસે થી લૂંટમાં ઉપયોગ માં લેવાયેલી રીક્ષા,ચપ્પુ અને 10 જેટલા મોબાઈલ જપ્ત કર્યા છે.

શહેરમાં મુસાફરો રીક્ષામાં બેસાડી ને લૂટ કરતી ટોળકી મુસાફરો પર ચપ્પા જેવા હથિયાર વડે હુમલો કરતા હતા..જો કે શહેરમાં આ પ્રકાર ની અનેક ગેંગ સક્રિય છે જે ખુલ્લેઆમ રીક્ષા માં બેસાડવાને બદલે ષડ્યંત્ર કરી લૂંટી રહયા છે...ત્યારે મુસાફરો આવા રીક્ષા ચાલકોથી ચેતવવાની જરૂર છે.

(5:10 pm IST)