ગુજરાત
News of Friday, 20th March 2020

ગુજરાતની ૬૪૦ ટેકનીકલ કોલેજોમાં ૩ વર્ષની ફી નિયત કરવા કાર્યવાહી

ગુજરાત રાજય ફી રીગ્યુલરીટી કમિટીની મળી બેઠકઃ કાર્યવાહીની રૂપરેખા વેબસાઇટ ઉપર ઉપલબ્ધ

રાજકોટ તા. ર૦ :... ગુજરાત રાજયની ૬૪૦ ટેકનીકલ કોલેજોમાં આગામી ૩ વર્ષની ફી નિયત કરવાની કાર્યવાહી ફી કમીટી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત રાજય ફી રેગ્યુલરીટી કમીટી (ટેકનીકલ) ની જસ્ટીસ અક્ષય મહેતાના અધ્યક્ષ સ્થાને મળેલી અગત્યની બેઠકમાં રાજયમાં સ્વનિર્ભર ધોરણે ચાલતા ટેકનીકલ વ્યવસાયિક અભ્યાસક્રમોની આગામી ૩ વર્ષ માટેની ફી નિર્ધારણ કરવા અર્થેની પ્રક્રિયા શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ વર્ષના બ્લોક માટે ફી નિયમન કરવા માટે માનદ સંચાલન પ્રક્રિયા એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝરની રૂપરેખા સમિતિની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.

જસ્ટીશ અક્ષય મહેતાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ચાર્ટડ એકાઉન્ટટ સભ્ય જૈનિકભાઇ વકીલ ઉપરાંત પુર્વ કુલપતિ પ્રો. કમલેશ જોશીપુરા, સભ્ય સચિવ ટેકનીકલ એજયુકેશનના ડાયરેકટર જી. ટી. પંડયા, સંચાલકોના પ્રતિનિધિ ભુપેન્દ્ર શાહ તેમના ખાસ ફરજ પરના અધિકારી એમ. એચ. લોહિયા ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે તૈયાર કરાયેલી પુરી વિગતની વિષદ ચર્ચા કરવામાં આવેલી હતી અને સમગ્ર પ્રક્રિયાને આખરી ઓપ આપી જાહેર કરવામાં આવેલ છે.

ફી નિર્ધારણ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે સમિતિ દ્વારા સમિતી ખાતે ઉપલબ્ધ ડેટા - બેઇઝ મુજબના સ્પોન્સરીંગ બોડી-સંસ્થાઓનાં અધિકૃત વ્યકિતઓના નોંધાયેલ ઇ-મેઇલ મોબાઇલ નંબરની યાદી સમિતિની વેબસાઇટ ઉપર તા. ૧૦-૧ર-ર૦૧૯ ના રોજ મુકાયેલ હતી અને તેમાં સુધારા માટે તા. ર૧-૧ર-ર૦૧૯ સુધીની મુદત અપાયેલ હતી. તે મુજબના સુધારા યાદી પ્રમાણે અધિકૃત વ્યકિતઓના નોંધાયેલ ઇ-મેઇલ અને મોબાઇલ નંબર પર જરૂરી ણૂશ્વફૂફુફૂઁદ્દજ્ઞ્ર્ીશ્ર મોકલી  આપવામાં આવેલ છે. જેનો ઉપયોગ કરી તમામ સંસ્થાઓએ એફ. આર. સી. પોર્ટલ પર લોગ-ઇન કરવાનું  રહેશે. સંસ્થાએ સદર કામગીરી તા. ર૭-૩-ર૦ર૦ સાંજના પ કલાક સુધીમાં પુર્ણ કરવાની રહેશે અને આનુષંગિક દસ્તાવેજોની ફાઇલ સમિતી ખાતે તા. ૩૧-૩-ર૦ર૦ સાંજના પ કલાક સુધીમાં રૂબરૂમાં જમા કરાવવાની રહેશે.

ફી નિર્ધારણનાં પ્રથમ તબકકામાં, જે સંસ્થાઓ, રાજય સરકાર દ્વારા કરાયેલ તાજેતરનાં સુધારાને ધ્યાને લઇને, આગામી ફી બ્લોક ર૦ર૦-ર૧, ર૦ર૧-રર, અને ર૦રર-ર૩ નાં સમગ્ર સમયગાળા દરમ્યાન, પોતાના વર્ષ ર૦૧૯-ર૦ નાં હયાત ફી માળખામાં પ ટકાની મર્યાદામાં ફી વધારો સુચવવા માંગતી હોય તે સંસ્થાઓએ સંમતિ આપી, નિયત કરાયેલ નમુના મુજબના સોગંદનામા સાથે તેઓની ઓનલાઇન દરખાસ્ત સબમીટ કરવાની રહેશે જેમાં સંસ્થાએમાં પાયાની માહિતી જ ભરવાની રહેશે.

ઉપરાંત જે સંસ્થાઓ, રાજય સરકાર દ્વારા કરાયેલ તાજેતરમાં સુધારાને ધ્યાને લઇને આગામી ફી બ્લોક ર૦ર૦-ર૧, ર૦ર૧-રર, ર૦રર-ર૩ ના સમગ્ર સમયગાળા દરમ્યાન વર્ષ ર૦૧૯-ર૦ ના હયાત ફી માળખામાં પ ટકાથી વધુ ફી વધારો સુચવવા માગતી હોય તે સંસ્થાઓએ સંમતિ આપવાની રહેશે. આવી સંસ્થાઓ માટે ફી માળખાની દરખાસ્ત મંગાવવાની પ્રક્રિયા આગામી સમયમાં શરૂ કરવામાં આવશે અને તે માટે સંસ્થાના નોંધાયેલ ઇ-મેઇલ પર આગામી સમયમાં સુચના આપવામાં આવશે.

(4:15 pm IST)