ગુજરાત
News of Friday, 20th March 2020

રવિવારે એસટી અને બીઆરટીએસના વાહન વ્યવહાર પણ બંધ રહેશે : વિજયભાઈ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે ગુજરાતમાં ગઈકાલે બે કેસ પોઝીટીવ આવતા ઉચ્ચ સ્તરીય મળેલ બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા હતા : ગભરાવવાની કંઈ જ જરૂર નથી : બંને પોઝીટીવ કેસના દર્દીઓ જેમના સંપર્કમાં આવ્યા હશે તેમનો પણ સંપર્ક કરીશુ : તંત્ર સજ્જ છે : મહારાષ્ટ્રમાં બસની ફ્રિકવન્સી ઘટાડવામાં આવી છે : નરેન્દ્રભાઈ મોદીએ કરેલ અપીલને પગલે જનતા કર્ફયુને સમર્થન આપીશુ : રવિવારે એસટી અને બીઆરટીએસના વાહન વ્યવહાર પણ બંધ રહેશે : વિજયભાઈએ રવિવારે પોતાના ઘરમાં અપીલ કરી હતી

(1:03 pm IST)