ગુજરાત
News of Friday, 20th March 2020

ગુજરાતમાં કોરોનાગુજરાતમાંના 5 પોઝિટિવ કેસ :150 લોકોના સેમ્પલ લેવાયા : 123 નેગેટિવ : 22 ના રિપોર્ટ આવવાના બાકી

રાજ્યમાં વિદેશથી આવેલા 559 પ્રવાસીઓની ચકાસણી:499ને ઘરે ક્વોરૅન્ટીનમાં રાખયા

અમદાવાદ : કોરોના વાયરસે વિશભરમાં કહેર વર્તાવ્યો છે દેશમાં કુલ 196 કેસ નોંધાયા છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાઇરસના પૉઝિટિવ કેસોની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતી રવિએ પત્રકારપરિષદમાં કહ્યું કે અમદાવાદમાં 2 અને વડોદરામાં 1 કેસ સામે આવ્યો છે. શુક્રવારે રાજકોટમાં 2 કેસની પૃષ્ટિ થઈ હતી.

તેમણે કહ્યું કે, આ દરદીઓની પરદેશ સાથે અવરજવર રહી છે. એક ફિનલૅન્ડથી અને એક અમેરિકાથી તેમજ એક સ્પેનથી પરત ફરેલા છે અને તમામની ઉંમર 35 વર્ષથી નીચેની છે.

તેમણેકહ્યું કે, 150 સૅમ્પલ લેવામાં આવ્યા હતા તે પૈકી 123 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 22 રિપોર્ટ હજી આવવાના બાકી છે. રાજ્યમાં પરદેશથી આવેલા 559 પ્રવાસીઓની ચકાસણી કરવામાં આવી છે અને 499ને ઘરે ક ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આ સિવાય 63 પ્રવાસીઓને ક્વોરૅન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું છે કે પરદેશથી આવેલા લોકોનાં ઘરે 14 દિવસ સુધી દેખરેખ રાખવામાં આવશે.

(12:28 pm IST)