ગુજરાત
News of Friday, 20th March 2020

કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનથી 'કોરોના ફ્રી 'નું સર્ટિફિકેટ લઈને ગુજરાત આવશે: પરેશ ધાનાણી

રાજસ્થાનથી જ તપાસ કરાવીને 'કોરોના મુક્ત' દર્શાવતું હેલ્થ સર્ટિફિકેટ લઇને ધારાસભ્યો આવશે

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર શરૂ થઈ ગયો છે અને બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે રાજસ્થાનમાં ગયેલા કોંગ્રેસના 68 ધારાસભ્યો કોરોનાનો ચેપ લઈને આવશે કે શું એવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે વિપક્ષના નેતાએ આ આંગે જાહેરાત કરી હતી કે રાજસ્થાનથી ધારાસભ્યો કોરોના ફ્રીનું સર્ટિફિકેટ લઈને જ આવશે.

   રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા માટે ભાજપ સંપર્ક કરી શકે નહીં અને ધારાસભ્યો તેમની સાથે જ છે તેવું સાબિત થાય તેટલા માટે ગુજરાત કોંગ્રેસે 68 ધારાસભ્યો અને બે ઉમેદવાર સહિત વિવિધ નેતાઓ જયપુરના રિસોર્ટમાં રોકાયા છે.

  આ ધારાસભ્યો મતદાન માટે ગુજરાત આવશે ત્યારે તેમનું સરકાર સ્ક્રીનિંગ કરશે. જોકે, કોંગ્રેસે જ નક્કી કર્યું છે કે, તપાસમાં કોઇ અનિયમિતતા ન થાય તેટલા માટે રાજસ્થાનથી જ તપાસ કરાવીને 'કોરોના મુક્ત' દર્શાવતું હેલ્થ સર્ટિફિકેટ લઇને ધારાસભ્યો આવશે તેમ વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

(10:48 am IST)