ગુજરાત
News of Friday, 20th March 2020

સુરત અને રાજકોટમાં કલમ 144 લાગુ : બંને શહેરોમાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસ :તંત્ર હરકતમાં આવ્યું

તમામ જિમ્નેશિયમ, વોટરપાર્ક, ઓડિટોરિયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, ગેમ ઝોન, રીક્રીએશનલ ક્લબ બંધ રહેશે

રાજકોટ :  કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું છે ગુજરાતના રાજકોટ અને સુરતમાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસ આવતા બંને શહેરોમાં કલમ 144 લાગુ કરાઈ છે આ ઉપરાંત રાજ્યના તમામ જિમ્નેશિયમ, વોટરપાર્ક, ઓડિટોરિયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, ગેમ ઝોન, રીક્રીએશનલ ક્લબ તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે તા. ૩૧-૦૩-૨૦૨૦ સુધી બંધ રાખવાના રહેશે.

(10:05 pm IST)