ગુજરાત
News of Friday, 20th March 2020

કોરોનાનો ગુજરાતમાં પગ પેસારો : બે કેસો પોઝિટિવ

આરોગ્યમંત્રીની જાહેરાતથી ભારે ખળભળાટ : રાજકોટ અને સુરતમાં એક-એક કેસ પોઝિટિવ : અહેવાલ

અમદાવાદ, તા. ૧૯ : ગુજરાતમાં પણ કોરોના વાયરસનો પગપેસારો થઇ ગયો છે. છેલ્લા ઘણા સમયથી પોઝિટિવ કેસથી દૂર રહ્યા બાદ આખરે ગુજરાતમાં પણ બે કેસો નોંધાઈ ગયા છે. ગુજરાતમાં કોરોનાના બે પોઝિટિવ કેસો સપાટી ઉપર આવતા ખળભળાટ મચી ગયો છે. બે પોઝિટિવ કેસ પૈકી એક સુરતમાં અને એક રાજકોટમાં આવ્યો છે. બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વિટ કરીને કહ્યું છે કે, રાજકોટ અને સુરતના બે શંકાસ્પદ કેસ પોઝિટિવ આવ્યા છે. ટીમ જરૂરી પગલા લઈ રહી છે.

          રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. બંને દર્દીઓની હાલત સ્થિર છે. રાજકોટનો યુવક મક્કામદીનાથી આવ્યો હતો જ્યારે રાજ્યના આરોગ્યમંત્રી નીતીન પટેલે જાહેરાત કરી છે કે, રાજકોટના મેયરે પણ અહેવાલને સમર્થન આપ્યું છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને મક્કાથી આવેલા યુવાનના સેમ્પલ જામનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ ત્યાનો રિપોર્ટ વધુ શંકાસ્પદ આવતા સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

           પોઝિટિવ કેસ માનીને તંત્રએ પહેલાથી જ યુવાનના પરિવારજનો અને અંગત લોકોને મળીને કુલ ૧૭ લોકોને પથિકાઆશ્રમ ખાતે ખસેડ્યા હતા. નાયબ આરોગ્યઅધિકારી પીપી રાઠોડે કહ્યું હતું કે, વધુ ચાર શંકાસ્પદ કેસઆજે નોંધાયા છે. લોહીના નમૂના જામનગર પરીક્ષણ માટેમોકલવામાં આવ્યા છે. જંગલેશ્વર આરોગ્ય વિભાગની ૪૦ ટીમોએ ૧૮૦૦૦થી વધુ ઘરોમાંસર્વે કામગીરી હાથ ધરી છે. મક્કા પહોંચેલો યુવાન ચાર દિવસ પહેલા જ રાજકોટ પહોંચ્યો છે.

(9:55 pm IST)