ગુજરાત
News of Wednesday, 20th March 2019

કોંગ્રેસ અને છોટુ વસાવાની પાર્ટી વચ્ચે ગઠબંધન :ભરૂચમાં ભાજપને પડશે ફટકો

વિધાનસભા ચૂંટણીમાં ડેડીયાપાડા,ઝઘડિયા બેઠકમાં બીટીપીનો થયો વિજય

 

ભરૂચ :લોકસભા ચૂંટણી માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે અને કોંગ્રેસ ભરૂચ બેઠક છોટુ વસાવા માટે રિઝર્વ રાખશે. કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધન થતા બેઠક પરથી છોટુ વસાવા ચૂંટણી લડશે.

    આદીવાસી સમાજના દિગજ્જ ગણાતા છોટુ વસાવાનું માત્ર આદીવાસી બેલ્ટમાં નહી પણ ભરૂચ લોકસભાની તમામ વિધાનસભા બેઠકોમાં વર્ચસ્વ છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ડેડિયાડા અને ઝઘડીયા વિધાનસભા બેઠક પર છોટું વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો વિજય થયો હતો

(10:34 pm IST)