ગુજરાત
News of Wednesday, 20th March 2019

હોળી પર્વ પર લાખો કિલો ગુલાલનો ઉપયોગ થાય છે

હાલમાં જ કરાયેલા સર્વેમાં રસપ્રદ તારણ : ગ્રાહકોની વચ્ચે ચીન દ્વારા નિર્મિત રંગ અને સ્પ્રિંકલર્સની વધારે માંગ રહે છે : સ્થાનિક વેપારીઓને જંગી નુકસાન

અમદાવાદ,તા. ૨૦ : દર વર્ષે રંગોના તહેવાર હોળીની જોરદારરીતે ઉજવણી કરવામાં આવે છે. હોળી પર ગુજરાતમાં આશરે એક લાખ કિલોગ્રામ ગુલાલનો ઉપયોગ સામાન્યરીતે કરવામાં આવે છે હાલમાં જ કરવામાં આવેલા  નવા અહેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. નવા સર્વેમાં આ અંગેની રસપ્રદ બાબત જાણવા મળી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે ગ્રાહકોની વચ્ચે ચીની નિર્મિત રંગ અને સ્પ્રિંકલર્સની બોલબાલા વધારે રહે છે. આ જ કારણસર સ્થાનિક વેપારીઓને ભારે નુકસાન થઇ શકે છે. એક અંદાજ મુજબ પ્રતિ વર્ષે પાંચ હજાર રંગ નિર્માણ એકમો દ્વારા પાંચ ાખ કિલોગ્રામ ગુલાલનુ ઉત્પાદન કરે છે. સર્વે મુજબ બે લાખ કિલોગ્રામ ગુલાલનો ઉપયોગ ઉત્તરપ્રદેશના બ્રજ મંડળમાં ઉપયોગ થાય છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં બનેલા વોટર ગન તથા સુખા અને ભીના રંગની ભારતમાં ખુબ માંગ રહે છે. સર્વેમાં જાણવા મળ્યુ છે કે ચીની કલર અને સ્પ્રિંકલર્સ તેમજ સ્થાનિક નિર્માતા વચ્ચેના ઉત્પાદન ભાવમાં ૫૫ ટકા સુધી અંતર છે. નવા અભ્યાસમાં અમદાવાદ, અલીગઢ, બેંગલોર, દિલ્હી, એનસીઆર, હાથરસ, ઇન્દોર, જયપુર, કાનપુર, લખનૌ, મેરઠ, મથુરા, મુંબઇ અને વારાણસી જેવા શહેરોને આવરી લઇને સર્વેની કામગીરી થઇ હતી  જેના ભાગરૂપે ૨૫૦થી વધારે નિર્માતાઓ અને વિક્રેતાની સાથે વાતચીત કરી હતી. વેપારીઓ સાથે પણ વાતચીત પણ કરી હતી.  હોળી પર્વ પર આજે ગુલાલનો ઉપયોગ મોટાપાયે કરવામાં આવ્યો હતો. આવતીકાલે પણ ધુળેટીમાં આનો ઉપયોગ થશે. આધુનિક સમયમાં ઇકો ફ્રેન્ડલી હોળીની બોલબાલા વધી રહી છે.

(6:02 pm IST)