News of Wednesday, 20th March 2019
સુરતની સબજેલમાં 27 વર્ષ બાદ કેસનો ચુકાદો આવ્યો:પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલ આરોપીને કરી 6 માસની સજા
સુરત: શહેરમાં ૧૯૯૦ દરમિયાન બારડોલી કોર્ટમાંથી પારડી સબજેલમાં લઈ જતી વખતે પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલા આરોપી વિરુધ્ધના કેસનો ૨૭ વર્ષ બાદ નિકાલ કરવામાં આવ્યો છે.
સુરત રેલ્વે જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે આરોપીને ૬ મહીનાની કેદ તથા રૂ.૨ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલા આરોપી સિવાય અન્ય બે પોલીસ કર્મચારીની ફરજમાં બેદરકારી દાખવવા અંગે કોઈ કાર્યવાહી ન થતાં જવાબદાર અધિકારીઓ વિરુધ્ધ ખાતાકીય કાર્યવાહી માટે નિર્દેશ આપ્યો છે.
(5:46 pm IST)