ગુજરાત
News of Wednesday, 20th March 2019

વડોદરામાં પોલીસથી બચવા માટે નબીરાઓએ દિવસે પાર્ટીનું આયોજન કરતા પોલીસને હાલાકી

વડોદરા:પોલીસની નાકાબંધી અને વાહન ચેકિંગને કારણે નબીરાઓએ મોડી રાતની પાર્ટીઓના સમયમાં ફેરફાર કરી દિવસે જ પાર્ટીઓ યોજવાની પ્રથા અપનાવવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં પોલીસને રોજે રોજ નાકાબંધી અને વાહન ચેકિંગ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.પોલીસ કમિશનર દ્વારા કામગીરીનો રોજ ચૂંટણી કમિશનને રિપોર્ટ મોકલવામાં આવે છે.

પોલીસની ધોંસ વધવાને કારણે નબીરાઓની શરાબની પાર્ટીઓનું સમય પત્રક બદલાયું હોવાની વિગતો જાણવા મળી છે.મોડીરાત સુધી પાર્ટીઓ કરતા નબીરાઓએ હવે દિવસે જ બ્રન્ચ પાર્ટીઓ કરવા માંડી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

(5:45 pm IST)