ગુજરાત
News of Wednesday, 20th March 2019

વડોદરામાં નવા મકાન બાંધનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના જ્યુબિલીબાગ વિસ્તારમાં મકાન અને દુકાન તૂટી પડવાના બનાવમાં પોલીસે નવા બંધાઇ રહેલા મકાનના માલિક અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધ્યો છે.

જ્યુબિલીબાગ મેઇન રોડ પર તા.૧૨મીએ બપોરે બનેલી હોનારતમાં મોટી જાનહાની થતાં રહી ગઇ હતી.ઉપરોક્ત બનાવમાં અવિનાશ સેલ્સ નામનું ચાર મજલી મકાન તૂટતાં બાજુની કલરની દુકાનનો ખૂરદો બોલાઇ ગયો હતો.જ્યારે અન્ય બે દુકાનો પણ જોખમી બની હતી.

ઉપરોક્ત બનાવ અંગે દિપક બનાની નામના વેપારીએ પોલીસને કહ્યું છે કે,અમારી પાસે બાંધકામ કરી રહેલા સેતુલ હિરાલાલ ગાંધી અને રિતેશ હિરાલાલ ગાંધી (બંને રહે.ગૌરવ સોસાયટી, પાણીગેટ)ને ખાડો ખોદ્યો હોઇ ટેકા મુકવા માટે કહ્યું હતું.

(5:43 pm IST)