ગુજરાત
News of Wednesday, 20th March 2019

અમદાવાદમાં ચાર હવસખોરોએ કોલેજીયન યુવતી પર સામુહિક બળાત્કાર ગુજારતા અરેરાટી

અમદાવાદ:પોલીસ સબ સલામતના દાવા કરી રહી છે ત્યારે અમદાવાદમાં જાહેરમાં ફાયરિંગ, હત્યા, લૂંટ સામુહીક બળાત્કાર જેવા બનાવો વધી રહ્યા છે. અમરાઇવાડી વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીને ચાર કોલેજિયન યુવકોએ એ.ટી.કે.ટી સોલ્વ કરાવાની લાલચ આપીને સામુહીક બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહી સગર્ભા બનેલી યુવતીનો શ્રમજીવી પરિવાર ડર હતો પરંતુ તાજેતરમાં વિદ્યાર્થિનીને મૃત બાળકનો જન્મ થતાં આ ઘટના બહાર આવી છે. રામોલ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઇવાડી વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય યુવતીએ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે યુવતી કોલેજની પરિક્ષામાં નાપાસ થઇ હતી, જેથી હાર્દિક.એમ. શુકલા અને અનિકેત, ચિરાગ તથા રાજ નામના ચાર યુવકોએ એટીકેટીનું ફોર્મ ભરવા તેમજ એટીકેટી સોલ્વ કરાવાની લાલચ આપી હતી ત્યારબાદ યુવતીનું શોષણ કરવાનું શરૃ કરી કરીને રામોલ રિગ રોડ પર અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા

(5:40 pm IST)