ગુજરાત
News of Wednesday, 20th March 2019

ભરૂચ-વિરાર ટ્રેનમાં દરવાજે લટકીને મુસાફરી કરતા વિદ્યાર્થીનું રેલ્વેના થાંભલા સાથે અથડાતા મોત

સુરત: કિમ અને કોસંબા વિસ્તારની વચ્ચે રેલવેમાં મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીનું પોલ સાથે અથડાવતા મોત થયું છે. મળતી માહિતી મુજબ આ મૃતક યુવક ભરૂચ-વિરાર શટલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો તે દરમિયાન ટ્રેનમાં હોળી ધૂળેટીના કારણે વધારે ભીડ હોવાથી ટ્રેનના દરવાજા પાસે લટકીને મુસાફરી કરી રહ્યો હતો.

હોળી ધૂળેટીની રજાઓ માણવા માટે ભરૂચ અભ્યાસ કરતો યુવક ઘરે પાછો ફરી રહ્યો હતો. ટ્રેનમાં વધારે ભીડ હોવાથી ટ્રેનના દરવાજા પાસે લટકીને મુસાફરી કરી રહ્યો હતો તે દરમિયાન રેલ્વેના પોલ સાથે અથડાતા તેનું માથું ઘડથી અલગ થઇ ગયું હતું અને ઘટના સ્થળ પર જ કરૂણ મોત થયું હતું. મહત્વું છે, કે આ અકસ્માત કિમ કોસંબાની વચ્ચે રેલવે ટ્રેક પર થયો હતો.

રેલ અકસ્માતમાં યુવકનું કરૂણ મોત થયું છે, અકસ્માત બાદ ધડ નીચે પડ્યું હતું, જ્યારે માથાનો ભાગ કિમ સુધી કોચમાં જ પડી રહ્યો હતો. અકસ્માતની જાણ પોલીસ અને રેલવે પોલીસને કારાતા પોલીસે યુવકના મ-તદેહની તપાસ કરતા જણાવા મળ્યું કે આ યુવક ભરૂચની કોલેજમાં એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. અને હોળી ધૂળેટીમાં સુરત પોતાના ઘરે રજાઓ માણવા જઇ રહ્યો હતો.

(5:11 pm IST)