ગુજરાત
News of Wednesday, 20th March 2019

ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ ફાઇનલ : ટૂંક સમયમાં થશે જાહેર

નવી દિલ્હી તા. ૨૦ : લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે. તમામ પાર્ટી ઉમેદવારો નક્કી કરવા બેઠકોનો દોર શરૂ કર્યો છે.

ગુજરાત કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠક બાદ ગુજરાતના ૨૬ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. જો કે સૂત્રોનું કહેવું છે કે આઠ ઉમેદવારોના નામ નક્કી થઇ ચૂકયા છે. જે થોડીવારમાં જાહેર થઇ શકે છે.

દિલ્હી ખાતે મળેલી ગુજરાત કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી. Aicc મહાસચિવ કે.સી વેણુગોપાલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગુજરાતના ૨૨ ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં આઠ નામ પર મહોલ લાગી છે.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવનના ઘરે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષનેતા પરેશ ધાનાણી સહિત વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં ગુજરાતની તમામ સીટો પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

(10:24 am IST)