ગુજરાત
News of Wednesday, 20th March 2019

અમદાવાદમાં પત્રકાર ચિરાગ પટેલની હત્યા કે આત્મહત્યા ?: પોલીસ,ક્રાઈમ બ્રાન્ચ, સાયબર સેલ દ્વારા તપાસનો ધમધમાટ

ઉચ્ચ અધિકારીઓ ,ટેક્નોલોજીકલ પાર્ટ અને હ્યુમન ઈન્ટેલિજન્સની અંડર તપાસ ચાલુ

 

અમદાવાદમાં ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકાર ચિરાગ પટેલનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ તપાસના આદેશ કરાયા છે સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ સંયુક્ત રીતે તપાસ કરી રહ્યા છે. જોકે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા થયેલી તપાસમાં પ્રાથમિક તારણ આત્મહત્યા લાગી રહ્યું છે.

  અમદાવાદ પોલીસે જણાવ્યું હતું કે, અત્યાર સુધી મળેલા પુરાવાના આધારે ચિરાગ પટેલે આત્મહત્યા કરી હોય તેવી શક્યતા છે, પરંતુ ઘટના સંબધિત કેટલીક કડીઓ છે. જેના પર ઘટનામાં IPS, 2 ACP, 2 PI મળી ટેક્નોલોજીકલ પાર્ટ અને હ્યુમન ઈન્ટેલિજન્સની અંડર તપાસ ચાલુ છે. પોલીસને કુલ 7 CCTV ફૂટેજમાં જોવા મળો હતો અને વોલેટમાંથી બાકી લેવાના પૈસાનું લિસ્ટ મળી આવ્યું છે
    ઘટના મામલે હાલ સાયબર ક્રાઈમ અને FSL દ્વારા તપાસ ચાલુ છે. ચિરાગનો મોબાઈલ મળ્યો નથી તે દિશામાં તપાસ ચાલું છે અને મોબાઈલ પર ટ્રેસ પર મુકવામા આવ્યું છે. શરીરના અંદરના ભાગમાં કોઈ ઈજા નથી. પાણીની બોટલ ખરીદી અને તેમાં પેટ્રોલ ભરીને પોતાના પર છાંટી આત્મહત્યા કર્યાની થિયરી પર તપાસ ચાલી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમની તપાસના નિવેદનમાં તેમને કોઈ શંકાસ્પદ મોત લાગતું નથી. હત્યા અને આત્મહત્યા બંનેની થિયરી પર પોલીસની તપાસ ચાલી રહી છે.

(10:58 pm IST)