ગુજરાત
News of Wednesday, 20th March 2019

કેન્સરની દવાના બહાને કરોડોની છેતરપિંડી કરતી નાઈઝિરિયન ગેંગના 7 આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી લીધા

મહિલાના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી મિત્રતા કેળવીને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ

અમદાવાદઃ ભારતમાંથી કેન્સરની દવાના બહાને કરોડોની છેતરપિંડી કરતી નાઈઝિરિયન ગેંગ ઝડપાઇ છે કેન્સરની દવા બનાવવાનું નાર્કોજીન ઓઇલ મંગાવવાના બહાને ધંધાકીય વ્યવહાર કેળવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચારતી આંતરરાષ્ટ્રીય નાઇજીરિયન ગેંગના 7 આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે.

   અંગે સુરેશ વોરા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે, ફેસબુક આઈડી દ્વારા તેમને એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે તેમણે એક્સેપ્ટ કરી હતી. ત્યારબાદ સામેવાળી વ્યક્તિએ મિત્રતા કેળવી હતી. ત્યારે ફરિયાદીને કેન્સર રિસર્ચની દવા માટે વાતચીત કરી પોતાની સાથે ધંધો કરવા માટે જણાવ્યું હતું.
   
આરોપીએ જણાવ્યું હતું કે, તેઓ ભારત બહાર રહે છે અને કેન્સરની દવા માટેનું મટીરીયલ તેઓ ભારતથી મંગાવે છે. પરંતુ તેઓ જે વેપારી પાસેથી મંગાવે છે, તે વેપારીનું મરણ થઈ ગયું છે માટે હવે ફરિયાદી સપ્લાય કરે તે મટીરીયલની જેની એક લીટરની કિંમત 3.5 લાખ રૂપિયા છે. મટીરીયલ પણ ફરિયાદીને આરોપીઓએ ભારતમાં પોતાના સાગરીત પાસેથી ખરીદવાનું કહ્યું હતું. જે માટે ફરિયાદીએ ભારતમાંથી મટીરીયલની ખરીદી અંગે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં 65 લાખ ભર્યા હતા અને તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી.

    ફરિયાદના આધારે સાયબર ક્રાઈમેં તપાસ શરૂ કરી ટેક્નિકલ એનાલિસિસ કરી મુંબઇ અને રાજસ્થાનથી કુલ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓએ ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ વગેરે રાજ્યોમાં અનેક વ્યક્તિઓ સાથે પ્રકારની છેતરપીડી આચરી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આવા પ્રકારની મોડ્સ ઓપરેનડિસથી મહારાષ્ટ્ર ખાતે તથા તામિલનાડુ ખાતે પણ ગુના નોંધાયા છે
    મળતી માહિતી મુજબ આરોપીઓમાંથી નાઈજીરિયન આરોપી કોઈ મહિલાના નામે ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવી ફરિયાદી સાથે ફેસબુક પર મિત્રતા કેળવી વિશ્વાસમાં લઈ પોતે વિદેશ ફરવા કંપનીમાં નોકરી કરે છે. તથા કેન્સરની દવા માટે રો મટીરીયલ ભારતથી મંગાવે છે તેમ કહી જે જગ્યાએથી દવા મેળવે છે. ત્યારબાદ સેમ્પલ પેટે 1 લીટર રો મટીરીયલ મંગાવતા હતા અને ઝીરો માટેની એક લિટરની કિંમત 3,50,000 ચૂકવવાની થતી હતી. તે રૂપિયા ફરિયાદી પાસેથી બેંક દ્વારા મેળવવામાં આવતા હતા અને બેંકમાં રૂપિયા મેળવ્યા બાદ તે બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા અને રો-મટીરીયલની ડિલિવરી સ્વીકારતા નહોતા. આમ પૈસા પડાવી લોકો પાસે કરોડો રૂપિયાની છેતરપિંડી ગેંગ દ્વારા આચરવામાં આવી હતી. સાયબર ક્રાઈમેં આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

(11:18 pm IST)