ગુજરાત
News of Wednesday, 20th March 2019

ઇવીએમ સાચવણી માટે વેરહાઉસ પાછળ 100 કરોડથી વધુનો ખર્ચ : બાંધકામ સમય મર્યાદા પૂર્ણ છતાં નિર્માણકાર્ય હજુ અધૂરું

વેરહાઉસ તૈયાર ન થતાં ચાલુ વર્ષે પણ તંત્રએ ઇવીએમ ઘોડા કેમ્પ ખાતે રાખવા પડ્યા

અમદાવાદ :એવીએમની સાચવણી માટે વેરહાઉસ પાછળ 100 કરોડથી વધુનો ખર્ચ થનાર છે જોકે બાંધકામની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં હજુ નિર્માણકાર્ય પૂર્ણ નહિ થતા ચાલુ વર્ષે પણ તંત્રએ ઈવીએમ ઘોડા કેમ્પ ખાતે રાખવા પડ્યા છે

   ચૂંટણીપંચ દ્વારા દરેક જિલ્લમાં ઇવીએમની સાચવણી માટે એક વેરહાઉસ બનાવવાનો નિર્ણય કરાયો છે જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના ઇવીએમ માટે મોટેરા કોટેશ્વર રોડ ખાતે વેર હાઉશ તૈયાર થઇ રહ્યુ છે.બાંધકામની સમય મર્યાદા પુર્ણ થઇ ગઇ હોવા છતાં વેરહાઉસ તૈયાર ન થતાં ચાલુ વર્ષે પણ તંત્રએ ઇવીએમ ઘોડા કેમ્પ ખાતે રાખવા પડ્યા હતા

 આ વર્ષે ચુંટણી પચ દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં ઇવીએમ વેર હાઉસ ૩૩ જીલ્લામાં વેર હાઉસ ભવન નિર્માણ થઈ રહ્યા છે.રાજ્યમાં ૩૩ જિલાના EVM અને વિવીપેટ ૧૦૦થી વધુ કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યા છે. જેમાંથી રાજ્યભરના 6 જિલ્લામાં વેર હાઉસ બની રહ્યા છે. જેમાંથી અમદવાદ જીલ્લાના રાજ્યનું સૌથી મોટું વેર હાઉસ મોટેરા ખાતે આકાર પામી રહ્યું છે. આ વેર હાઉસ ૧૧ કરોડથી વધુ ખર્ચે નિર્માણ પામી રહ્યું છે. જેને માર્ગ અને મકાન વિભાગના ઈજનેર શાખા દ્વારા બનાવવમાં આવી રહ્યું છે.

(8:52 am IST)