ગુજરાત
News of Wednesday, 20th March 2019

ખાનગી ન્યુઝ ચેનલના પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોત અંગે અમદાવાદના પત્રકારો દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ

મીડિયા જગતમાં રોષ :લોકોએ સોશિયલ મિડિયા પર #justice4chirag કેમ્પેઈન ચલાવ્યું

 

અમદાવાદ :ખાનગી ન્યુઝ ચેનલના પત્રકાર ચિરાગ પટેલના મોત મામલે  ચાર દિવસ વીત્યા બાદ પણ પોલીસને કોઈ સચોટ કડી મળી નથી ત્યારે અમદાવાદના પત્રકારોએ એકસાથે મળીને અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે કેન્ડલ માર્ચ યોજી હતી.કેન્ડલ માર્ચ  દ્વારા ચિરાગ પટેલના મોત  અંગે યોગ્ય તપાસ થાય અને ન્યાય મળે તે માટેની માંગણી કરવામાં આવી હતી.

  પત્રકાર ચિરાગ પટેલના મોતની કોઈ કડી ન મળતા મિડિયા જગતમાં લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો.સાથે જ લોકોએ હાલ સોશિયલ મિડિયા પર #justice4chirag કેમ્પેઈન ચલાવ્યું

(12:39 am IST)