તને મારા પર ભરોસો નહીં કે... મોબાઈલમાં મિત્રતા કેળવી પ્રિન્સે દુષ્કર્મ કર્યું ;વિડિઓ બનાવી બ્લેકમેલ કરતા ધરપકડ
સાબરમતી ન્યૂ રેલવે કોલોનીમાં રહેતા પ્રિન્સ પરમારે વિડિઓને મિત્રો અને યુવતીની માતાને સેન્ડ કર્યો હતો
અમદાવાદ :મોબાઈલમાં ચેટિંગના રવાડે ચડીને પરપસ્પર મિત્રતા કેળવીને ભરોષો કરવાના અંતે કેવા પરિણામ ભોગવવા પડે છે તેનો એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં મોબાઈલ ફ્રેન્ડ બનેલા યુવક પર ભરોસો કરવો એક યુવતીને ભારે પડી ગયો છે. યુવતીનો આરોપ છે કે સાબરમતી ન્યૂ રેલવે કોલોનીમાં રહેતા પ્રિન્સ પરમાર નામના યુવકે યુવતી સાથે મોબાઈલ ચેટિંગ કરી દોસ્તી વધારી. બાદમાં વિશ્વાસમાં લઈને તેને મહેંદી મુકવા પોતાના ઘરે બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તેનો મોબાઈલ વીડિયો બનાવીને પ્રિન્સે બ્લેકમેલ કરવાની ધમકી આપી હતી. બાદમાં પ્રિન્સે તે વીડિયો તેના મિત્રો અને યુવતીની માતાને સેન્ડ કર્યો હતો. જેથી યુવતીએ કંટાળીને પ્રિન્સ પરમાર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેની ફરિયાદને આધારે પોલીસે પ્રિન્સની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.