ગુજરાત
News of Thursday, 20th February 2020

નમસ્તે ટ્રમ્પ' અભિવાદન કાર્યક્રમમાં વિરમગામનું શુભ મંગલ પ્રભાત શરણાવાદક ગ્રુપ સંગીત રેલાવશે

અમેરિકન રાષ્ટ્રપ્રમુખને શરણાઈના સુર સંગમ સાથે આવકારવા થનગનાટ

અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ અભિવાદન કાર્યક્રમમાં વિરમગામનું શરણાઈ ગ્રુપ સંગીત રેલાવશે. વિરમગામ બજાણીયા પરા વિસ્તારમાં રહેતા શુભ મંગલ પ્રભાત શરણાય વાદક ગ્રુપના સભ્યોને પણ અભિવાદન કાર્યક્રમમાં ઢોલ શરણાઇ સાથે ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું છે.

 અમેરિકન રાષ્ટ્રપ્રમુખને શરણાઈના સુર સંગમ સાથે આવકારવા થનગની રહ્યા છે. વિરમગામ પંથકને પણ સ્વદેશી સંગીત દુનિયાભરમાં જાણીતું કરવા અને વિરમગામને ગૌરવવંતુ કરવા માટે તક મળી છે

(11:33 pm IST)