ગુજરાત
News of Wednesday, 20th January 2021

રાજપીપળા ટીબી સેન્ટર ખાતે સબ-સેન્ટર પર ફરજ બજાવતા CHO માટે માનસિક આરોગ્યની તાલીમ યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.20 જાન્યુઆરીના રોજ ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર, રાજપીપલાના કોંફરન્સ હોલ ખાતે નાંદોદ તાલુકાના વિવિધ સબ-સેન્ટર પર ફરજ બજાવી રહેલ (CHOs) કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ માટે DTT અને DMHP, Narmada દ્વારા એક દિવસીય માનસિક આરોગ્યની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનરલ હોસ્પિટલ, રાજપીપલા ખાતે ફરજ બજાવી રહેલ મનોચિકિત્સક ડો.પ્રશાંત જરીવાલા એ ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા અલગ અલગ માનસિક બીમારી,વ્યસનમુક્તિ, ડિપ્રેશન, સ્યુસાઇડ પ્રિવેન્શન તથા તણાવમુક્તિ જેવા વિષયો પર ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી. માનસિક આરોગ્યની તાલીમના વિવિધ સેશન્સ બાદ તાલીમાર્થીઓની સાથે તેમણે અલગ અલગ દર્દીઓમાં માનસિક તકલીફો વિશે ચર્ચાવિચારણા કરી હતી અને ત્યારબાદ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(11:38 pm IST)