ગુજરાત
News of Wednesday, 20th January 2021

૧૮૧ અભયમ મહિલાની ટીમ સેવા માટે 24 કલાક તૈનાત

મહિલાઓની સુરક્ષા માટે ચિંતિત એવા જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાએ 181ની કામગીરીને બિરદાવી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : મહિલાઓને ઘરેલુ હિંસા, બચાવ, સલાહ અને માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગ, ગૃહ વિભાગ, રાજય મહિલા આયોગ દ્વારા સંચાલિત ૧૮૧ મહિલા હેલ્‍પલાઇનને દિન પ્રતિદિન  બહોળો પ્રતિસાદ  મળી રહયો છે. મુશ્‍કેલીમાં મુકાયેલી મહિલાઓને તાત્‍કાલિક મદદ, માર્ગદર્શન અને બચાવમાં 181ની ટીમ અગ્રતમ રહી છે. અભ્‍યમની ટીમના કાઉન્સિલર ગાયત્રી રાઠોડ, કંચન ટંડેલ, પોલીસ કોન્સ્ટેબલ મીના બિરારી અને કોન્સ્ટેબલ જાગૃતિ પટેલ ૨૪ કલાક અવિરત સેવા આપી રહી છે. વલસાડ 181ની ટીમની કામગીરીની જિલ્લા પોલીસવડા રાજદિપસિંહ ઝાલાએ પણ નોંધ લઇ તેમની કામગીરીને બિરદાવી છે.

  વલસાડ ૧૮૧ અભ્‍યમને ૨૦૧૫ થી ૨૦૨૦ દરમિયાન મળેલા  કોલની વિગત જોઇએ તો ઘરેલું હિંસાના -૩૩૧૧ કેસ, પાડોશી સાથેના ઝધડા - ૫૫૭ કેસ, ટેલીફોનિક/મોબાઇલ દ્વારા હેરાનગતિ -૩૨૦ કેસ, વ્‍યસન આલ્‍કોહોલીક દ્વારા હેરાનગતિ-૮૧૪ કેસ અને બાળલગ્ન અટકાવવા બાબતના ૧૪ કેસ મળયા  હોવાનું ૧૮૧ અભ્‍યમ દ્વારા જણાવાયું છે

(6:25 pm IST)