ગુજરાત
News of Wednesday, 20th January 2021

વડોદરામાં લકઝરીયસ કાર તથા 5 કરોડની લોટરીની રકમ પરત આપવાના બહાને દિલ્હીના ભેજાબાજ સાત શખ્સોએ છેતરપિંડી આચરતા ગુનો દાખલ

વડોદરા:શહેરના આજવા રોડ પર આવેલા શ્રી કુંજ ફ્લેટમાં રહેતા નરેશ સિંહ રાજપુત ઇન્સ્યોરન્સનો વ્યવસાય કરે છે. વર્ષ 2019ના જુન મહિના દરમિયાન તેમના મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરી અજાણ્યા વ્યક્તિએ મુંબઈ સ્થિત એસબીઆઇ બેન્કનો કર્મચારી હોવાની ઓળખ આપી જણાવ્યું હતું કે તમે અગાઉ આઈડીએસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડમાં જેગુઆ કાર તથા 5 કરોડની લોટરી લાગી હતી અને તમે તેનું રોકાણ કર્યું છે અમે તમને ગવર્મેન્ટ પાસેથી તમારી રકમ પરત અપાવીશું. તેમ જણાવી વિશ્વાસમાં લઇ અલગ-અલગ બહાના બતાવી ફરિયાદીના ખાતામાંથી ટુકડે- ટુકડે 12,30,767 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી. 

ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે અજય રામચંદ્ર (રહે- યુ.પી), સન્નીકુમાર રામકુમાર, અરવિંદકુમાર ધરમપાલસિંગ, વિકાસ વિરેન્દ્ર વર્ગ (રહે - દિલ્હી) અને ત્રણ અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:13 pm IST)