ગુજરાત
News of Wednesday, 20th January 2021

ભા.જ.પ. ર૬-ર૭ મીએ બુકીંગ બારી (સેન્સ) ખોલશેઃ પખવાડિયામાં ટીકીટ વિતરણ

તાલુકા-જીલ્લા પંચાયતો અને સુધરાઇઓ માટે સેન્શ લેશેઃ મહાનગર માટે પ્રદેશથી નિરિક્ષકો આવશે

રાજકોટ તા. ર૦ : રાજયમાં આવતા મહીને આવી રહેલ તાલુકા-જીલ્લા પંચાયતો તથા નગરો અને મહાનગરોની ચૂંટણી માટે ભા.જ.પે તૈયારી આગળ વધારી છે.

ગઇકાલે તમામ ૩૧ જીલ્લાઓમાં  ચુંટણી ઇન્ચાર્જ ત્થા છ મહાનગરોના પદાધિકારીઓની બેઠક ગાંધીનગરમાં મળેલ જેમાં હવે પછીના દિવસોની તૈયારી અંગે માર્ગદર્શન અપાયેલ.

તાલુકા-જીલ્લા પંચાયતો અને નગરપાલિકાઓ માટે તા. ર૬ અને ર૭  જાન્યુઆરીએ સેન્સ પ્રક્રિયા થશે. જે-તે જીલ્લા પ્રમુખ દ્વારા તાલુકા અને નગરો માટે સેન્સ નિરિક્ષકો મુકાશે.

જે તાલુકાના આગેવાન હોઇ તેને અન્ય તાલુકાની જવાબદારી સોંપાશે અપેક્ષીત આગેવાનો અને દાવેદારો સાથે બેઠક કર્યા વગર તા.ર૯ અને ૩૦ મીએ ફરી જે-તે જીલ્લાના ચુંટણી ઇન્ચાર્જ તાલુકા તથા નગરોમાંથી સેન્સ લઇને આવેલા નિરિક્ષકોની સંયુકત બેઠક મળશે.

જીલ્લાની ટીમ અને ચૂંટણી ઇન્ચાર્જ તેમાંથી ટિકીટ આપવા લાયક કાર્યકરોના નામ અલગ તારવશે.

આ અંગેનો અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ફેબ્રુઆરીના પ્રારંભે રજુ થશે.

ઉમેદવાર પસંદગીની મોટાભાગની પ્રક્રિયા જાન્યુઆરી અંત સુધીમાં પુર્ણ થઇ જશે અને  ટિકીટ વિતરણ પાર્લામેન્ટરી બોર્ડની મંજુરી બાદ ફેબ્રુઆરીમાં થશે.

(3:51 pm IST)