ગુજરાત
News of Wednesday, 20th January 2021

વિરમગામ તાલુકાના ભડાણા ખાતે શ્રી જોગી રાવળદેવ સમાજ નવચેતના ગૃપની બેઠક યોજાઇ

સૌ સાથે મળીને સમાજને પોતની મુળ સંસ્કૃતિ અને શિક્ષણ તરફ આગળ વધારવા માટે પ્રયત્ન કરવાનું લક્ષ્ય નક્કી કરાયુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના ભડાણા ગામ ખાતે શ્રી જોગી રાવળદેવ સમાજ નવચેતના ગૃપની બેઠક મળી હતી. આ બેઠકમાં નવા સભ્યોને આવકારવામાં આવ્યા અને ભોજવા ગામના વતની ગોપાલભાઇ રાવળ દેવ, મહેશભાઈ રાવળદેવ ડેરવાડા, સંજયભાઈ રાવળદેવ ભડાણા, દશરથભાઈ રાવળદેવ ઓગણેજ સહિતના લોકો રાવળદેવ સમાજના નવચેતના ગ્રુપમાં જોડાયા હતા.  આ બેઠકમાં દિનેશભાઈ રાવળ દેવ સુરેન્દ્રનગર, નારાયણ ભાઈ રાવળ દેવ ઓગણજ, ગોવિંદભાઈ રાવળ દેવ, વિજયભાઈ રાવળ દેવ કુણઘેર, વિક્રમભાઈ રાવળ દેવ નળ સરોવર, મનુભાઈ રાવળ દેવ ઓગણજ સહિતના રાવળદેવ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
  દિનેશભાઈ રાવળ દેવે જણાવ્યુ આવ્યું હતું કે  નવચેતના ગૃપ રાવળ સમાજનું નિઃસ્વાર્થ  ગૃપ છે આપ આ ગૃપમાં જોડાવો અને બીજા રાવળદેવ પરિવારના સભ્યોને જોડવા વિનંતી કરો.  તમામ ગૃપ મેમ્બર્સ ઘણો આનંદ અનુભવી રહ્યા છીએ અને આવો સૌ સાથે મળીને સમાજને પોતની મુળ સંસ્કૃતિ અને શિક્ષણ તરફ આગળ વધારીએ. નવચેતના ગૃપનું માત્ર ને માત્ર એક જ લક્ષ્ય છે કે મુળ સંસ્કૃતિ, શિક્ષણ તરફ જાગ્રુતી અને વ્યસનનો બહિષ્કાર કરવો જોઈએ અને સમાજ આગળ આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ. (તસવીરઃ- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(1:13 pm IST)