ગુજરાત
News of Monday, 20th January 2020

વડોદરા: યુવતીએ બોયફ્રેન્ડને ધમકી ભર્યા પત્રો લખી પાંચ લાખની ખંડણીની માંગણી કરતા પોલીસે ધરપકડ કરી

વડોદરા:પાંચલાખ રૂપિયાની ખંડણી નહી આપો તો તમારી છોકરીઓ પર એસિડ ફેંકીશ તેવા ધમકીભર્યા પત્રો લખીને એક વેપારીને ડરાવવાના કેસમાં સંડોવાયેલા યુવતીની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે.

અંગેની વિગત એવી છે કે મકરપુરા એરફોર્સ સ્ટેશનની પાસે નંદનધામ સોસાયટીમાં રહેતાં વસંત પટેલના મકાનમાં અગાઉ ભાડે રહેતા મહોમ્મદસમીમ અરવરભાઇ મનસુરીના (રહે પાવનધામ કોમ્પલેક્સ દુકાન નંબર- ની ઉપર પહેલા માળે, મૂળ રહે. મધ્યપ્રદેશ) ધંધામાં દેવું વધી જતા કોઇકની પાસેથી યેનકેન પ્રકારે પાંચ લાખ રૂપિયા પડાવી લેવા માટે ખતરનાક પ્લાન ઘડયો હતો. મહોમ્મદ સમીમે ગુજરાતમાં ધમકીભર્યા પત્રો લખીને પાંચ લાખ રૂપિયા વસંત પટેલ પાસે માંગ્યા હતાં અને જો રૂપિયા ના આપે તો વસંત પટેલની છોકરીઓ પર એસીડ ફેંકવાની ધમકી આપી હતી. મકરપુરા પોલીસે વસંત પટેલની ફરિયાદના આધારે મહોમ્મદ સમીમની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે મહોમદ સમીમને ધમકીભર્યા પત્રો ધનશ્રી કુમારભાઇ કટાઉકર (રહે. આમ્રકુટિર સોસાયટી મકરપુરા એરફોર્સ રોડ) નામની યુવતી લખી આપતી હતી. જેથી મકરપુરા પોલીસે ધનશ્રી કટાઉકરની પણ ધરપકડ કરી છે.

(5:21 pm IST)