ગુજરાત
News of Tuesday, 19th November 2019

પોકરને જુગાર નહીં ગણવા અને રાજ્યમાં રમતની મંજૂરી માંગતી અપીલો પર હાઇકોર્ટમાં 19 ડિસેમ્બરથી સુનાવણી

ખંડપીઠ પોકર અંગે થયેલી ચારેય લેટર્સ પેટન્ટ અપીલો સાંભળશે

 

અમદાવાદ : પોકરને જુગાર તરીકે નહીં ગણવા અને રાજ્યમાં રમત રમવા માટે મંજૂરી માંગતી અપીલો પર ગુજરાત હાઇકોર્ટમાં 19મી ડિસેમ્બરથી રોજીંદા ધોરણે સુનાવણી હાથ ધરાશે. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ .જે. શાસ્ત્રીની ખંડપીઠ પોકર અંગે થયેલી ચારેય લેટર્સ પેટન્ટ અપીલો સાંભળશે

   ઇન્ડિયન પોકર એસો, ડોમિનન્સ ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમન છાબરા અને અમદાવાદની રમાડા હોટલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે કે પોકર કૌશલ્ય અંગેની રમત છે. તેને જુગારના દ્રષ્ટિકોણથી જોવી જોઇએ. તેથી રમત અંગે કોઇ પ્રતિબંધ હોવા જોઇએ.

   અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર-2017માં હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ અંગે અરજી કરવામાં આવી હતી. સિંગલ જજે અરજીઓ ફગાવી ચુકાદો આપ્યો હતો કે રમત ચાન્સ આધારિત છે અને જુગારની પરિભાષામાં આવે છે. જેથી સિંગલ જજના આદેશ સામે ડિવીઝન બેંચમાં અપીલ કરવામાં આવી છે. ડિવીઝન બેન્ચે અપીલોની 19મી ડિસેમ્બરથી રોજીંદી સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે.

(12:43 am IST)