ગુજરાત
News of Tuesday, 19th November 2019

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે પોલીસ એક્શનમાં :બે આરોપીની થશે ધરપકડ

તમિલનાડુ અને કર્ણાટક પોલીસ પાસે માહિતી માગી: નિત્યાનંદ વિદેશમાં

 

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે અને તપાસ તેજ કરી છે. ત્યારે બે આરોપીની ધરપકડ થઈ શકે છે. બીજી બાજુ પોલીસે સ્વામી નિત્યાનંદની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે. અમદાવાદ પોલીસે તમિલનાડુ અને કર્ણાટક પોલીસ પાસે માહિતી માગી. ત્યારે નિત્યાનંદ હાલ વિદેશ હોવાનું જણાયું છે.

  અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમ યુવતી ગુમ થયા બાદ વિવાદમાં આવ્યો છે. ત્યારે અકળાઈ ઉઠેલા સ્વામી નિત્યાનંદે એક મંચ પરથી પ્રવચન દરમિયાન ચીમકી ઉચ્ચારી કે જો ગુજરાતમાં મારા અનુયાયીઓને કંઈ થશે તો જોવા જેવી થશે. મીડિયામાં નિત્યાનંદ આશ્રમ વિરુદ્ધના અહેવાલોથી ગુસ્સે ભરાયેલા નિત્યાનંદે પોતાના પાપ છુપાવવા મીડિયા પર આરોપો લગાવ્યા. મીડિયા મારા અનુયાયીઓ પર આક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તેમને કંઈ થશે તો જોવા જેવી થશે તેવી ડંફાશ મારી. નિત્યાનંદ પોતે અને તેના અનુયાયીઓ સાચા હોવાનો દાવો કર્યો. અને કહ્યું કે ગુજરાતના અનુયાયીઓને મારા પ્રત્યે અપાર શ્રદ્ધા છે.

  અમદાવાદના નિત્યાનંદ આશ્રમના વિવાદને લઈને ડીજીપી શિવાનંદ ઝાએ કેસના પ્રગતિ અહેવાલની માહિતી મેળવી છે. શિવાનંદ ઝાએ એસપી રાજેન્દ્ર અસારી અને આઈજી .કે. જાડેજા સાથે બેઠક કરી છે. સમગ્ર કેસ અને તપાસ વિશે માહિતી મેળવી છે..સમગ્ર કેસ મામલે વિગતવાર અહેવાલ માંગ્યો છે..અને ગુમ થયેલી બંને યુવતીઓને તાત્કાલીક શોધી આપવા સૂચના આપી છે.

(12:28 am IST)