ગુજરાત
News of Tuesday, 19th November 2019

હવે પાસપોર્ટ વેરિફિકેશનની કામગીરી માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નહીં પડે : અરજદારના ઘરે જઈને પૂર્ણ કરાશે

મોબાઈલ પોકેટકોપ એપ્લિકેશન દ્વારા અરજદારના ઘરે જઈને વેરિફિકેશન કરવા આદેશ

અમદાવાદ : પોકેટકોપ અંતર્ગત પાસપોર્ટ વેરિફિકેશન કરવા વબાબાતે ઇગુજકોપના ઉપયોગથી પોલીસની કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ અસરકારક બને તેમજ નાગરિકોને સેવાઓ મેળવવામાં સુગમતા રહે તે હેતુથી તપાસ કરનાર અધિકારીઓને પોકેટકોપ મોબાઈલની ફાળવણી કરાઈ છે ત્યારે હવે લોકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેશે નહીં. અમદાવાદના પોલીસ વડાએ આ અંગે કડક આદેશ આપ્યા છે

.પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ કર્મચારીઓ દ્વારા મોબાઈલ પોકેટકોપ એપ્લિકેશન દ્વારા અરજદારના ઘરે જઈને વેરિફિકેશન કરવાનું હોય છે. પોકેટકોપ એપ દ્વારા પોલીસને અરજદારનો ફોટો લેવાનું, ઘરનું એડ્રેસ અને અન્ય દસ્તાવેજો સ્કેન કરવાના હોય છે

.ઘણા પોલીસ કર્મચારીઓ અરજદારના ઘરે જવાના બદલે તેમને પોલીસ સ્ટેશને બોલાવે છે. આ વાતનો ખ્યાલ આવતા અમદાવાદના પોલીસ વડાએ પોલીસ કર્મચારીઓને અરજદારના ઘરે જઈને વેરિફિકેશન કરવા માટે કડક આદેશ આપ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પરિપત્ર જાહેર કરીને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને જાણ કરી છે કે તેઓ આ આદેશનો અમલ કરે.

(10:17 pm IST)