ગુજરાત
News of Tuesday, 19th November 2019

આણંદ: વ્યાયામ શાળા નજીક રિક્ષામાં એટીએમ ચોરી કરવા આવેલ ત્રિપુટીને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી

આણંદ: શહેર પોલીસે વ્યાયામ શાળા પાસેથી એક રીક્ષામાં એટીએમ ચોરી કરવાના ફીરાકમાં ફરતી ત્રીપુટીને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે એક દિવસના રીમાન્ડ પર મેળવીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલી શહેર પોલીસે વ્યાયામ શાળા પાસેથી એક રીક્ષાને રોકીને તેમાં સવાર ત્રણ શખ્સોને ઝડપી પાડીને તલાશી લેતાં એક બેગ મળી આવી હતી. જેમાં કપડાં ઉપરાંત ગણેશીયુ, ત્રણ બકરાં ટોપી, બે મોટા રૂમાલ અને એક સીસીટીવી કેમેરા ઉપર છાંટવાનો સ્પ્રે મળી આવ્યો હતો. જેથી તેમની પુછપરછ કરતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી પોલીસ મથકે લાવીને તેઓના નામઠામ પુછતાં તેઓ સાદીક ઉર્ફે આલમ મહંમદશફી વ્હોરા (આણંદ), અજીત તુષારભાઈ માલી (રે. ગામડી, મુળ પશ્ચિમ બંગાળ)અને અફરોજ સબ્બીરભાઈ વ્હોરા (રે. આણંદ)ના હોવાનું ખુલવા પામ્યું હતુ.

(5:51 pm IST)