ગુજરાત
News of Tuesday, 19th November 2019

તારાપુર પોલીસે સવારના સુમારે હોટલના કંમ્પાઉન્ડમાંથી 10.56 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકને ઝડપવામાં આવ્યો: ત્રણ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી

તારાપુર: પોલીસે આજે વહેલી સવારના સુમારે એક હોટલના કમ્પાઉન્ડમાંથી ૧૦.૫૬ લાખની કિંમતના વિદેશી દારૂ ભરેલી મીની ટ્રક સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી તારાપુર પોલીસને હકીકત મળી હતી કે, તારાપુર ચોકડીથી એક મીની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વટામણ તરફ જનાર છે જેને લઈને પોલીસ તારાપુરની મોટી ચોકડીએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન એક મીની ટ્રક નંબર એચઆર-૬૧, એ-૮૧૫૬ની આવી ચઢી હતી અને એપેક્ષ હોટલના કમ્પાઉન્ડના મેદાનમાં આવીને ઊભી થઈ ગઈ હતી જેથી પોલીસે શંકાને આધારે આ મીની ટ્રકને કોર્ડન કરીને ઝડપી પાડી હતી.

(5:50 pm IST)