ગુજરાત
News of Tuesday, 19th November 2019

મહેમદાવાદના સિહુંજમાં કારની હડફેટે રસ્તો ઓળંગતી રાહદારી મહિલાનું કમકમાટીભર્યું મૃત્યુ: કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

મહેમદાવાદ: તાલુકાના સિંહુજ ગામમાં સુંઢા વણસોલ રોડ પર આવેલ કડવાસર વિસ્તારમાં એક ખેતરમાં રહેતાં સાબાબેન શીવાભાઈ ડાભી (ઉં.વ ૬૫) આજરોજ વહેલી સવારના સમયે ઘરેથી રોડ ક્રોસ કરી સામેની સાઈડે કુદરતી હાજતે જવા જવા ચાલતાં જઈ રહ્યાં હતાં. તે વખતે માર્ગ zપરથી પુરપાટ ઝડપે પસાર થતી એક રજિસ્ટ્રેશન નંબર વગરની નવી સ્વીફ્ટ ગાડીના ચાલકે સાબાબેન ડાભીને અડફેટે લીધાં હતાં. જેમાં ગાડીનું વ્હીલ સાબાબેનના પેટના ભાગ પરથી ફરી વળતાં ગંભીર ઈજાઓ કારણે તેમનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ગાડીનો ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે મૂકી ભાગી ગયો હતો. આ અકસ્માત સર્જનાર ગાડીનો ચાલક હસમુખભાઈ ડાહ્યાભાઈ પટેલ (રહે.હરીપુરા, સુંઢાવણસોલ, તા.મહેમદાવાદ) હોવાનું નજરે જોનાર લોકો તરફથી જાણવા મળ્યું હતું.

આ બનાવ અંગે શનાભાઈ શીવાભાઈ ડાભીની ફરિયાદને આધારે મહેમદાવાદ પોલીસે સ્વીફ્ટ ગાડીના ચાલક હસમુખભાઈ ડાહ્યાભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:46 pm IST)