ગુજરાત
News of Tuesday, 19th November 2019

સુરતના સલાબતપુરામાં 2 ગઠિયાએ બાઈક પર લટકાવેલ પર્સ તફડાવી રફુચક્કર: પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

સુરત: શહેરના સલાબતપુરા વિસ્તારમાં સિન્ડીકેટ સમોસાની ગલીમાં ડ્રેસ મટીરીયલની ખરીદી માટે ગયેલા દિવ્યાંગ મ્યુઝીક ટીચરને વાતોમાં ભોળવી બે ગઠિયા મોપેડના હેન્ડલ ઉપર લટકાવેલું મોબાઈલ ફોન અને રોકડા રૂ. 3000 સાથેનું પર્સ ચોરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સૈયદપુરા રામપુરા પેટ્રોલ પંપ પાસે કાછીયા શેરી ઘર નં.7/3186 માં રહેતા 51 વર્ષીય દિવ્યાંગ જાગૃતિબેન જશવંતલાલ જરીવાલા રૂસ્તમપુરા સિંગાપુરીની વાડીમાં મહિલા મંડળ સંચાલિત મંદબુદ્ધિના બાળકોના તાલીમ કેન્દ્રમાં મ્યુઝીક ટીચર તરીકે વર્ષોથી નોકરી કરે છે.

જાગૃતિબેન સલાબતપુરા વિસ્તારમાં સિન્ડીકેટ સમોસાની ગલીમાં આવેલી નંદી ફેશનમાંથી કાયમ ડ્રેસ મટીરીયલની ખરીદી કરતા હોય દુકાનદાર દિવ્યાંગ જાગૃતિબેનને તેમના મોપેડ પાસે આવી કાપડ બતાવી આપતો હતો. 

(5:43 pm IST)