ગુજરાત
News of Tuesday, 19th November 2019

ગુજરાતમાં નોટરી તરીકે નિમાયેલા વકીલોને સર્ટિફીકેટ ઈસ્યુ કરવા પત્ર

રાજકોટ તા.૧૯: ગુજરાતમાં તા. ૦૮/૧૦/૨૦૧૮ થી તા. ૦૫/૧૧/૨૦૧૮ અમદાવાદ ખાતે આશરે ૪૮૮૫ એડવોકેટસના નોટરી માટે ઈન્ટવ્યુ રાખેલ હતા જે અંગેની જુન ૨૦૧૯ માં ૧૮૯૬ નોટરીઓની નિમણુક કેન્દ્રના કાયદા શાખા દ્વારા નિમણુક પત્ર આપી દિધેલ છે.

આ નિમણુંક પત્ર આપ્યા બાદ ગુજરાત ભરના તમામ નોટરી મિત્રોએ જરૂરી વિધી પુરી કરી આપેલ છે ત્યારે વર્તમાન ન્યુ દિલ્લી ના લીગલ વિભાગના નોટરી સેલ દ્વારા થયેલ વિલંબ ના કારણે નવનિયુકત નોટરીઓને હજુ સુધી નોટરી સર્ટીફિકેટ અપાયેલ ન હોઈ તેથી આ અંગે તાકિદે નવનિયુકત નોટરીઓને તાકિદે નોટરી સર્ટીફિકેટ આપવા અંગે શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી શ્રી, માં. શ્રી રવિશંકર પ્રસાદ, કાયદા અને ન્યાય મંત્રી શ્રી, જીતુભાઈ વાઘાણી ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી તથા ભીખુભાઈ દલસાણીયા ને પ્રદેશ ભાજપ લીગલ સેલ ના સહ કન્વીનર તથા તેમજ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, લીગલ સેલ કન્વિનર રાજકોટ તથા પુર્વ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના કોસ્ટ મેમ્બર હિતેષ દવે એ અલગ-અલગ પત્ર લખી તાકિદે નોટરીઓને નોટરી સર્ટીફિકેટ આપવા અંગે વિનંતી કરેલ છે.

(3:39 pm IST)