ગુજરાત
News of Tuesday, 19th November 2019

સુરતમાં ફાયર વિભાગનો સપાટો : ફાયર સેફ્ટીના અભાવે 144 દુકાનો સીલ : વેપારીઓમાં ફફડાટ

સુપ્રીમ કાપડ માર્કેટની ૭૦ દુકાન સીલ: રોયલ કેડદારની ૧૪૪ દુકાન અને ઓફિસ વિરૂદ્ધ કાર્યવાહી

સુરતમાં ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે. ફાયર સેફ્ટીના અભાવે કતારગામમાં આવેલા રોયલ કેડદાર સહિત રિંગ રોડની સુપ્રીમ ટેકસ્ટાઈલ્સ માર્કેટને સીલ કરાવમાં આવી છે. આ ઉપરાંત લાલ દરવાજા ખાતે પુરોહિત રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે.

રોયલ કેડદારમાં કુલ 114 જેટલી દુકાનો અને ઓફીસ અને સુપ્રીમ ટેકસ્ટાઈલ્સ માર્કેટની 70 દુકાનોને સીલ કરવામાં આવી છે. ત્યારે ફાયર વિભાગની કાર્યવાહીથી દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

(1:37 pm IST)